વલસાડમાં આજે ધોધમાર વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. નદીઓના પાણી કોઝવે પર ફરી વળતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વલસાડના ધરમપુરમાં ભારે વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માન નદી પાસે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. લોકો જીવના જોખમે કોઝવે પસાર કરવા મજબૂર બન્યા છે.


માન નદીના બ્રિજ પર કોઝવે પાણીમાં ગરકાવ

ધરમપુરના અંબોસી ભવથાન વચ્ચે માન નદીના બ્રિજ પર લો લેવલનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. માન નદી પર લો લેવલના કોઝવે પરથી લોકો જીવના જોખમે પરિવાર સાથે પસાર મજબૂર થયા છે. ગામ લોકોની વર્ષની માગ ઉંચા બ્રિજની છે. રાજ્ય સરકારે ધારાસભ્યની રજૂઆતને પગલે બ્રિજ મંજૂર કર્યા છે. ચોમાસા પછી બ્રિજનું કામ ચાલું થશે, લોકોની વર્ષોની સમસ્યાનું નિરાકરણ આવશે.

ભારે વરસાદના પગલે અનેક વિસ્તામાં પાણી ફરી વળ્યા

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તામાં પાણી ફરી વળ્યા છે. ભારે વરસાદથી લોકોને હાલાકીનો સામનો કરી રહ્યા છે. ધરમપુરમાં ભારે વરસાદથી હાલાકી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. માન નદી પાસે કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. લોકો જીવના જોખમે કોઝવે પસાર કરવા મજબૂર બન્યા છે.


  • Follow us on: