દાહોદમાં સેન્ડ ફલાય માખીનો ત્રાસ વધી રહ્યો છે, ત્યારે સેન્ડ ફલાય માખીના કારણે એક બાળકનું મોત થયું છે, તો અન્ય ચાર બાળકો સારવાર હેઠળ છે. પંચમહાલ અને દાહોદથી બાળકને દાખલ કરવામાં આવ્યા હતા અને તેના કારણે મોત થયું હોવાની વાત સામે આવી છે, સેન્ડફલાય માખીના કરડવાથી બાળકને દાખલ કરવામાં આવ્યા હતા.


સેન્ડ ફ્લાય માખીના ડંખથી બાળકનું મોત

વડોદરાની SSG હોસ્પિટલમાં મોત બાળકને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો અને બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં આ માખીનો ત્રાસ વધારે જોવા મળ્યો છે, માટીના ઘરમાં આ પ્રકારના સેન્ડફ્લાય જન્મ લે છે અને તે 8 વર્ષથી નાના બાળકો હોય છે તેને જલદીથી અસર કરે છે, બાળકને આ માખી કરડે એટલે તેને તાવ, ઝાડા-ઉલ્ટી થાય છે, ઘણીવાર આવા કિસ્સાઓમાં બાળકોને સારવાર મળે તે પહેલા પણ મોત થતા હોય છે.

સેન્ડ ફ્લાય માખી કઈ રીતે વાયરસ ફેલાવે છે

સેન્ડફ્લાય અથવા સેન્ડ ફ્લાય એ રેતાળ વિસ્તારોમાં આવતી ઉડતી, કરડતી, લોહી ચૂસતી ડીપ્ટેરન (ફ્લાય)ની કોઈપણ જાતિ અથવા જાતિનું બોલચાલનું નામ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં , સેન્ડફ્લાય ચોક્કસ ઘોડાની માખીઓનો ઉલ્લેખ કરી શકે છે જેને "ગ્રીનહેડ્સ" (કુટુંબ તાબાનીડે ) તરીકે પણ ઓળખવામાં આવે છે.

સેન્ડ ફ્લાય કેવી રીતે જન્મ લે છે

સેન્ડ ફ્લાયની ઉત્પતિ માટે ભેજવાળું વાતાવરણ જરૂરી છે તે તો આપણે જાણ્યું ત્યારે તેની ઉત્પતિ માટે ગીચ ઝાડી વાળો વિસ્તાર હોવો જરૂરી છે. નર અને માદા માખી ગીચ ઝાડીમાં વિકસે છે. સેન્ડ ફ્લાય સવાર-સાંજ સક્રિય રહી શકે છે. દરેક માદા સરેરાશ 30 થી 70 ઈંડા મુકે છે. જો કે તેની આવરદાનો ગાળો અસ્પષ્ટ છે.

  • Follow us on: