ગુજરાતમાં ફરીવાર શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાહાકાર મચ્યો હોવાની વિગતો સામે આવી હતી. શંકાસ્પદ વાયરસનો કહેર વધતા આરોગ્ય વિભાગ દોડતો થયો હતો. આરોગ્ય વિભાગની તપાસમાં બાળકોના ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પહેલા ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો હોવાનું જાણવા મળ્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનને કારણે ત્રણ બાળકોના મોત નિપજ્યાં છે. પંચમહાલમાં શહેરા, ગોધરા અને હોલાલ તાલુકામાં વાયરલ ઈન્ફેક્શનનો કહેર જોવા મળ્યો છે.
ચાંદીપુરા વાયરસનો ફરીવાર હાહાકાર મચ્યો
પ્રાપ્ત વિગતો પ્રમાણે પંચમહાલ જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો ફરીવાર હાહાકાર મચ્યો હોવાની વિગતો સામે આવી હતી. જિલ્લાના શહેરા, ગોધરા અને હાલોલ ચાર બાળકોને શંકાસ્પદ ચાંદીપૂરમ વાયરસના લક્ષણ જણાતા વડોદરા સારવાર અર્થે ખસેડાયા હતા. આ બાળકોનો રીપોર્ટ નેગેટિવ જાહેર થયો હોવાની વિગતો સામે આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીએ બાળકોના મોત ચાંદીપુરા વાયરસથી નહીં પણ વાયરલ ઈન્ફેક્શનથી થયા હોવાનું જણાવ્યું છે. ત્રણ બાળકના સરવાર દરમિયાન મોત નિપજ્યાં છે અને એક બાળક વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ચાંદીપુરમ વાઈરસના લક્ષણો
દર ચોમાસામા માટીની અથવા લિપણ વાળી દિવાલ વાળા ઘરમાં રહેતા પરીવારના બાળકોમાં આ વાયરસ દેખાય છે. ચાંદીપુરા વાઇરસનો જે શિકાર બને છે તેને પહેલા તાવ આવે છે અને શરીરે ચામડી પર ચાઠાં ઉપસી આવે છે. માથું ચક્રાવે ચઢે છે અને આંખો લાલ થઇ જાય છે. શરીરે આશક્તિ આવી જાય છે. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. આ વાઇરસ ખાસ કરીને બાળકોને જલ્દી લાગે છે.