દાહોદના મુવાલીયા ક્રોસિંગ નજીક ઇન્દોર-અમદાવાદ હાઇવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરો સહિત કુલ ચાર લોકો ઘાયલ થયા હતા. જેમને તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. આ ટ્રકોમાં તલ અને જીરું ભરેલું હતું.


દાહોદના મુવાલીયા ક્રોસિંગ નજીક અકસ્માત

અકસ્માતને કારણે એક ટ્રકની ડીઝલની ટાંકી તૂટી જતાં ડીઝલ રસ્તા પર ઢોળાવા લાગ્યું હતું. આ જોઇને આસપાસના લોકો તાત્કાલિક પ્લાસ્ટિકની બોટલો અને કેન લઈને ડીઝલ ભરવા માટે દોડી આવ્યા હતા. જેના કારણે હાઇવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું અને પોલીસ તથા હાઇવે ઓથોરિટીના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.


  • Follow us on: