દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા નજીક આજે એક ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટનામાં એક 40 વર્ષીય લોહાણા યુવતીનું કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માતની આ ઘટના સલાયા રોડ પર બની હતી. જ્યાં એક્ટિવા સ્લિપ થઈ જતાં યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ફાલ્ગુની રૂપારેલિયા નામની 40 વર્ષીય લોહાણા યુવતી હરીપર ગામથી પોતાનું એક્ટિવા લઈને જામખંભાળિયા તરફ પરત ફરી રહી હતી.


એક્ટિવા સ્લીપ થતાં સર્જાયો અકસ્માત

સલાયા રોડ પર પહોંચતા અચાનક કોઈ અગમ્ય કારણોસર તેનું એક્ટિવા સ્લિપ થઈ ગયું હતું. જેના કારણે તે રોડ પર પટકાઈ હતી અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા આસપાસના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવતી ફાલ્ગુની રૂપારેલિયાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે યુવતીને તપાસ્યા બાદ તેને મૃત જાહેર કરી હતી.

ઇજાગ્રસ્ત યુવતીનું સારવાર દરમિયાન મોત

યુવતીનું અકાળે મોત નિપજતા તેના પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. આ યુવતીનું અકાળે અવસાન થતાં લોહાણા સમાજમાં પણ ભારે શોકનો માહોલ ફેલાયો છે. યુવતીના અકાળે મોતથી પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.


  • Follow us on: