તંત્ર દ્વારા અવારનવાર ગેરકાયદોસર કરવામાં આવેલા દબાણોને હટાવવાની કામગીરી કરાવામાં આવે છે. ત્યારે દ્વારકામાં પણ ગેરકાયદેસર દબાણો કરીને બેઠેલા ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આજે ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. રુપેણના ખુશાલનગરમાં દબાણ દૂર કરાયા છે. તંત્રએ ગુનેગારોના મકાન તોડી પાડ્યા છે. જેમણે સરકારી જમીન પર ગેરકાયદે દબાણ કર્યા હતા.


રૂપેણ બંદરના ખુશાલનગરમાં દબાણો પર બુલડોઝર ફર્યું

દેવભૂમિ દ્વારકામાં તંત્ર દ્વારા દબાણો દૂર કરવા બાબતે મહત્વની કામગીરી કરવામાં આવી છે. દ્વારકામાં આવેલ રૂપેણ બંદર વિસ્તારમાં ભારે ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા શખ્સોના મકાનો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાયું છે. રૂપેણ બંદરમાં આવેલ ખુશાલ નગર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરી વસવાટ કરતા ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના મકાન તોડી પડાયા છે. રૂપેણ બંદર વિસ્તારમાં આવારા તત્વોના મકાનો તોડી પાડવા સમયે દ્વારકા પોલીસનો કાફલો ખડકવામાં આવ્યો છે.

ખુશાલનગર બાદ યાત્રિક ભવનોના ડીમોલેશનની રાહ જોવાઈ રહી છે

તંત્ર દ્વારા રૂપેણ બંદર પર ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા શખ્સોના મકાનો તોડી પાડતા રૂપેણ બંદરમાં ફફડાટ ફેલાયો હતો. કે જ્યાં કોઈ બનાવ ના બને તે માટે લોકો ચિંતિત છે. આથી ત્યાં દ્વારકા પોલીસનો કાફલો ખડકવામાં આવ્યો છે. દ્વારકા શહેરમાં આવેલ સરકારી જમીન પર યાત્રિકોને ઉતારવા માટેના ભવનોને નોટિસ પણ આપવામાં આવી છે. દ્વારકા શહેરની જનતામાં ચર્ચાનો વિષય કે આ ભવનોને નોટિસ આપી મુદ્ત પુર્ણ થયે ધણો સમય થયો તો ડીમોલેશન ક્યારે કરવામાં આવશે?

  • Follow us on: