ગુજરાતનું દ્વારકા મંદિર પ્રવાસીઓનું મનપસંદ સ્થાન છે. દ્વારકામાં શીવરાજપુર બીચ લોકો રજાના દિવસોમાં અને શાળાના વેકેશનમાં ખાસ મુલાકાત લેતા હોય છે. પ્રવાસીઓના મનપસંદ સ્થાન શિવરાજપુર બીચ પર અનેક એક્ટીવીટી થાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે શિવરાજપુર બીચ એક્ટિવીટી બંધ કરવામાં આવી છે. જો કે અત્યારે હવામાનમાં વાવાઝોડાનો ખતરો ટળ્યો છે અને દિવાળી તહેવારની શરૂઆત થવા છતાં બીચ એક્ટિવિટી શરૂ ના કરાતા ત્યાં રહેતા સ્થાનિકોએ SDM કચેરી ખાતે ધરણાં કર્યા.
બ્લ્યૂ ફ્લેગ બીચ એક્ટિવિટી શરૂ કરવા લોકોની માગ
બ્લ્યૂ ફ્લેગ બીચ શિવરાજપુર પર સીઝન ચાલુ થઇ છતાંય વોટરસ્પોર્ટ્સ એકટીવીટી બંધ હોવાથી ત્રણ ગામના ધંધાર્થીઓ પરેશાન છે. છેલ્લા આઠ દિવસથી શિવરાજપુર મકનપૂર અને મોજપ ગામના સ્થાનિક લોકો જે બીચ પર ધંધો કરે છે તેઓ SDM કચેરી દ્વારકા ખાતે પ્રતીક ધરણા પર બેઠા છે કોઈ નિર્ણય ના આવતા આજે સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક SDM કચેરી પહોંચી પ્રતીક ધરણા કરતા ત્રણ ગામના લોકો સાથે વાત કરી મીડિયા સાથે વાત કરી હતી કે મુખ્ય મંત્રી, કેબિનેટ મંત્રી, સાંસદ અને ધારાસભ્ય સૌ ઈચ્છે છે કે બીચ એકટીવીટી ચાલુ થાય અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી છે છતાંય કેમ ચાલુ નથી થતું એ સમજાતું નથી.













