દ્વારકા રખડતા ઢોરનો ત્રાસથી પ્રજા ત્રાહિમામ થઈ. નવરાત્રિમાં પણ રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો. નવરાત્રિ એટલે માતાજીની ભક્તિના દિવસો ચાલી રહ્યા છે. આ દિવસોમાં લોકો વિવિધ રીતે માતાની પૂજા અર્ચના કરે છે. નવરાત્રિના 9 દિવસ ખાસ મા અંબાનું પૂજન કરાય છે. ત્યારે દ્વારકામાં આવેલ હોળી ચોકમાં લોકો પરંપરાગત રીતે માતાનું પૂજન કરી આરતી કરતા હતા ત્યારે અચાનક આખલો ત્રાટકયો. આરતી વખતે જ આખલો આવતા લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો.
હોળી ચોકમાં ચાલુ આરતીએ ઘૂસ્યો આખલો
સદનસીબએ આ ઘટનામાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. છતાં પણ આ વિસ્તારના રહીશોમાં નવરાત્રિમાં બહાર નીકળવું મુશ્કેલભર્યું બન્યું છે. હોળી ચોકમાં દરવર્ષે નવરાત્રિના તહેવારમાં માતાજીની મૂર્તિનું સ્થાપન કરાય છે. આ વિસ્તારના લોકો રાત્રે સામૂહીક રીતે આરતી ઉતારે છે. આરતી સમયે ગુગલી બ્રાહ્મણ જ્ઞાતિના લોકો ઉપસ્થિત હતા. ગઈકાલે જ્યારે પરંપરા મુજબ લોકો આરતી કરતા હતા ત્યારે જ ગરબીમાં આખલો ઘુસી આવતા લોકોમાં ભાગદોડ મચી. અગાઉ પણ લાખો લોકોની ભીડ વચ્ચે આખલાના આતંકના વીડિયો વાયરલ થયા છે. કેટલા કિસ્સાઓમાં અકસ્માતની ઘટના પણ બની છે છતાં તંત્ર કોઈ બોધપાઠ લેતું નથી.
આખલાના આતંક સામે તંત્ર કયારે જાગશે
દ્વારકામાં રખડતા ઢોરના ત્રાસથી સ્થાનિકો પરેશાન છે. જાહેર માર્ગો પર ફરનારા આ ઢોર અને પશુના કોઈ માલિક નથી. તેના કારણે રખડતા ઢોર બેફામ રીતે ફરતા કયારે અકસ્મતા જેવી મોટી દુર્ઘટના અને કેટલાક કિસ્સામાં મોત થયાની ઘટનાઓ પણ બની છે. રખડતા શ્વાને અનેક નિર્દોષ લોકોનો ભોગ લીધો છે. જયારે હમણા થોડા સમય પહેલા જાહેર રોડ પર બે આખલા વચ્ચે યુદ્ધ જામ્યું હતું. બે આખલાઓ બાખડતા આસપાસના લોકોને પણ અડફેટે લીધા હતા. ત્યારે આખલાના આતંકની વધતી ઘટનાઓને લઈને તંત્ર ક્યારે જાગશે અને ક્યારે નક્કર પગલાં લેશે..