ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. નર્મદા કેનાલ, સંત સરોવર ખાતે પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. કુલ 15 જળાશયો આસપાસ પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.


15 જળાશયો આસપાસ પ્રવેશ પર પ્રતિબંધ 

ગાંધીનગરમાં ડોક્ટરના કેનાલમાં ડૂબી જવાથી મૃત્યુ બાદ વહીવટી તંત્ર જાગ્યું છે.ગાંધીનગર જિલ્લા કલેક્ટરે જળાશયો આસપાસ પ્રવેશ કરવા મનાઈ ફરમાવતો જાહેરનામું બહાર પાડ્યું છે.જિલ્લા કલેક્ટરે નર્મદા કેનાલ, સંત સરોવર તથા સાબરમતી નદી સહિતના 15 જળાશયો આસપાસ પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જળાશયોની સાથે પોલીસ મથકોની વિગત સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

વહીવટી તંત્ર જાગ્યું 

ગાંધીનગરમાં ડોક્ટર કેનાલમાં ઝવેરા પધરાવવા ગયા હતા.તેમનો પગ લપસતા કેનાલમાં ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટના બાદ તંત્ર દ્વારા નિર્ણય કરાયો છે કે શહેરની આસપાસના જળાશયો પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. કુલ 15 જળાશયો આસપાસ પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે.


  • Follow us on: