ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે વહેલી સવારે અમદાવાદ રિવરફ્રન્ટ અને અટલ બ્રીજની મુલાકાત લીધા બાદ હવે તેઓ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે પહોંચ્યા છે. જ્યારે તેમનું શંખનાદ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. કાર્યકરો અને પદાધિકારીઓએ ઉષ્માભેર આવકાર આપ્યો છે.
ડિજિટલ અભિયાનને વધુ અસરકારક બનાવાશે
રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પ્રદેશ પદાધિકારીઓ સાથે સંવાદ કરીને સંગઠન મજબૂત કરવાની દિશામાં માર્ગદર્શન આપશે. બેઠકમાં બી. એલ. સંતોષ, પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણીઓ હાજર રહેશે. આ સાથે જ કમલમમાં સોશિયલ મીડિયા ટીમ સાથે પણ વિશેષ બેઠક યોજાશે. જેમાં ડિજિટલ અભિયાનને વધુ અસરકારક બનાવવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે.













