વડાપ્રધાન મોદીએ કાર્યકાળના 12 વર્ષ પૂર્ણ કર્યા છે. આ કાર્યકાળની ઉજવણી રાજ્યમાં કરવામાં આવી રહી છે. બીજી તરફ વડાપ્રધાન દ્વારા ઈંધણ બચાવવા માટે કરવામાં આવેલી હાકલને લઈને મંત્રીઓ અને અધિકારીઓ હવે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે. તેના ભાગ રૂપે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ગાંધીનગરથી વંદેભારત ટ્રેન મારફતે નવસારી જવા રવાના થયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વંદેભારત ટ્રેનમાં મુસાફરો સાથે ચર્ચાઓ કરી હતી.

બારડોલીની પીપલ્સ કો-ઓ. ક્રેડિટ સોસા.ના પ્રમુખપદે રાકેશ ગાંધી, ઉપપ્રમુખપદે શૈલેન્દ્ર પટેલ નિમાયા












