ગુજરાતમાં ખેડૂતોએ સરકાર સામે આંદોલન શરૂ કર્યું છે. રાજ્યના ખૂણે ખૂણેથી ટ્રેક્ટર લઈને ખેડૂતોએ ગાંધીનગર કૂચ કરી છે. પોલીસ પણ ખેડૂતોના આંદોલનને લઈને સજ્જ થઈ ગઈ છે. ગાંધીનગરમાં સેક્ટર 30 સર્કલ વિસ્તામાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસે ત્રણ શંકાસ્પદ ટ્રેક્ટર ચાલકોને અટકાવ્યા હોવાની વિગતો સામે આવી છે. પોલીસ દરેક ટ્રેક્ટરની તપાસ કરી રહી છે. બીજી તરફ ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
મુખ્યમંત્રી ખેડૂતો માટે ઉદાર મનથી વિચારે છે
ગુજરાતમાં ખેડૂતો ટ્રેક્ટર રેલી કરીને ગાંધીનગર કૂચ કરી રહ્યાં છે. ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું છે. આ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મહાત્મા મંદિર ખાતેના એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી કહ્યું હતું કે, મુખ્યમંત્રી હંમેશા લોકો માટે ઉદાર મનથી વિચારે છે. એમ ખેડૂતો માટે પણ ઉદાર મનથી તેઓ વિચારે છે. તેઓ બોલ્યા વિના જ ભૂતકાળના કે આજના પ્રશ્નોનો નિકાલ લાવે છે.













