રાજ્યમાં પોલીસ વિભાગમાં ભરતી થવા માગતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકારે 2026 સુધીમાં 14 હજાર પોલીસ કર્મીની ભરતી માટેની તૈયારીઓ શરુ કરી છે.


પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર

પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર આવી રહ્યા છે. રાજ્ય સરકાર 2026 સુધીમાં 14 હજાર પોલીસકર્મીની ભરતી કરશે. સરકારે આ માટેની તમામ પ્રક્રિયા શરુ કરી દીધી છે.

 પહેલા તબક્કામાં 11 હજાર કરતા ઉમેદવારોની પોલીસ ભરતી પ્રક્રિયા

મળી રહેલી માહિતી મુજબ PSI ભરતી પરીક્ષાનું સિલેક્શન લિસ્ટ નવેમ્બરમાં જાહેર થશે. રાજ્ય સરકારે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે જેમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે પહેલા તબક્કામાં 11 હજાર કરતા ઉમેદવારોની પોલીસ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

14,283 જગ્યાઓ પર બીજા તબક્કામાં ભરતી કરાશે

સરકારે રજૂ કરેલા જવાબમાં જણાવાયું છે કે 25,660 પૈકી બાકીની ખાલી 14,283 જગ્યાઓ પર બીજા તબક્કામાં ભરતી કરાશે. સરકારે કહ્યું છે કે પોલીસ ભરતીની સંપૂર્ણ ભરતી સપ્ટેમ્બર-2026માં પૂર્ણ કરાશે.

ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં 40 ટકા કામ પૂર્ણ

સરકારે હાલ નિર્માણાધિન પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ફોટા પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા અને જણાવ્યું હતું કે ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં 40 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 

  • Follow us on: