ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈ રાજ્ય સરકારની મહત્વની બેઠક મળી રહી છે. મળેલી માહિતી મુજબ લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે.


કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક

ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી છે જેમાં કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ હાજર છે. આ બેઠકમાં કપાસ ખરીદીને થયેલા વિવાદ સંદર્ભે પણ સમીક્ષા થશે.

દિવાળી બાદ મગફળી ની ટેકા ના ભાવે ખરીદી

મનાઇ રહ્યું છે કે દિવાળી બાદ મગફળી ની ટેકા ના ભાવે ખરીદી થશે. આ બેઠકમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ તથા કૃષિ વિભાગના અધિક મુખ્ય અંજૂ શર્મા સહિત કૃષિ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત છે . લાભ પાંચમ થી ટેકા ના ભાવે મગફળી ખરીદી થશે

તાજેતરમાં કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત

ઉલ્લેખનિય છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો વધુ જથ્થો ખરીદવા માટે રાજ્ય સરકારે તાજેતરમાં કેન્દ્ર સરકારમાં પણ રજૂઆત કરી હતી. ટેકાના ભાવે કેન્દ્ર સરકાર 15.21 મેટ્રિક ટન મગફળીની ખરીદી કરવાની છે પણ ખાસ કિસ્સામાં કેન્દ્ર સરકાર વધુ જથ્થો ખરીદે તે માટે રજૂઆત કરાઇ છે.

રાજ્યમાં મગફળીનું વધુ વાવેતર

તમને જણાવી દઇએ કે ટેકાના ભાવે મગફળી ખરીદી માટે 9.21 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે. રાજ્યમાં મગફળીમાં થયેલા વધુ વાવેતરના કારણે મગફળી ખરીદી વધુ કરાય તે માટે રજૂઆત કરાઇ છે.

  • Follow us on: