ગાંધીનગર શહેરમાં સ્વચ્છ હવા માટે કોર્પોરેશન દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. કોર્પોરેશન દ્વારા ગાંધીનગર સીટી ક્લીન એર એક્શન પ્લાન જાહેર કરાયો છે.
એક્શન પ્લાન પ્રમાણે કોર્પોરેશન 34 મુખ્ય કામો કરશે
આ એક્શન પ્લાન વર્ષ 2025-2030 સુધી અમલી રહેશે. આ 5 વર્ષમાં મહાનગરપાલિકા આ પ્લાન હેઠળ રૂ.268 કરોડ ખર્ચ કરશે. આ ખાસ એક્શન પ્લાન પ્રમાણે કોર્પોરેશન 34 મુખ્ય કામો કરશે.













