ભારતને આત્મનિર્ભર બનાવવા સ્વદેશી અપનાવવાની ભાજપ દ્વારા અભિયાન છેડવામાં આવ્યું. ભાજપનું આત્મનિર્ભર ભારત બનાવવાનું આ અભિયાન 90 દિવસ ચાલશે. એક પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી પાટીલે કહ્યું કે PMએ દેશ સામે આત્મનિર્ભરતાની વાત મૂકી છે. પીએમ મોદીનો ભારતને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસમાં તમામ લોકો પણ જોડાય તેવી ભાજપ દ્વારા હાકલ કરવામાં આવી છે. આત્મનિર્ભર ભારતનો આ કાર્યક્રમ સતત ચલાવાશે.
ઘરે - ઘરે જઇ અભિયાનની જાણકારી અપાશે
ભાજપ ઘર ઘર સુધી સ્વદેશી અભિયાન ચલાવશે. અમારા કાર્યકરો ઘરે - ઘરે જઇ આત્મનિર્ભર ભારત અંગે જાણકારી આપશે. 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર સુધી આ અભિયાન ચાલશે. વોકલ ફોર લોકલ સૂત્ર સાથે આગળ વધીશું. દરેક દુકાનદાર પોતાની શોપ પર બોર્ડ લગાવે કે આ સ્વદેશી વસ્તુ છે. તાજેતરમાં ભારતે અગ્નિવીર મિસાઈલ લોન્ચ કર્યું. અને હવે મોબાઈલનું પણ ભારતમાં ઉત્પાદન થઈ રહ્યું છે. ભારત ધરતીથી લઈને ગગન સુધી તમામ ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે.













