રેશનકાર્ડ અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે. સરકારે જારી કરેલા પરિપત્ર મુજબ રેશનકાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રખાય
અન્ન નાગરિક પુરવઠા વિભાગે આ મામલે પરિપત્ર જાહેર કર્યો
અન્ન નાગરિક પુરવઠા વિભાગે આ મામલે પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જણાવાયા મુજબ શનકાર્ડ રહેઠાણના પુરાવા તરીકે માન્ય નહીં રખાય .
રેશન કાર્ડનો ઉપયોગ રહેણાંકના પુરાવા તરીકે તમે રજૂ નહી કરી શકો
જાહેર જનતાએ એ ધ્યાન રાખવું જરુરી છે કે હવે પછી રેશન કાર્ડનો ઉપયોગ રહેણાંકના પુરાવા તરીકે તમે રજૂ નહી કરી શકો. રેશન કાર્ડ હવે માત્ર રેશનિંગ તથા ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે.
Also Read
Gandhinagar : મંત્રીમંડળમાં મહત્વના ફેરફાર થવાના ભણકારા વચ્ચે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો પ્રવાસ ટૂંકાવાયો, વાંચો બીજું શું થયું
Happy Diwali 2025 : ડીજીપીની તમામ પોલીસ કમિશનર અને ડીએસપી સાથે બેઠક, બજારોમાં એરિયલ સર્વેલન્સની સૂચના
Ahmedabad News: મુખ્યમંત્રીએ નેશનલ અર્બન કોન્ક્લેવ તેમજ મેયરલ સમિટનો પ્રારંભ કરાવ્યો
લોકો પોતાનું રેશન કાર્ડ રહેણાંકના પુરાવા તરીકે રજૂ કરતા હતા
અગાઉ એવું જોવા મળતું હતું કે લોકો પોતાનું રેશન કાર્ડ રહેણાંકના પુરાવા તરીકે રજૂ કરતા હતા પણ હવે પરિપત્ર મુજબ રેશનકાર્ડ નો ઉપયોગ રહેઠાણ ના પુરાવા તરીકે નહીં થઈ શકે. તમે વાજબી ભાવની દુકાનોમાં અથવા તો તમારે ગેસ કનેક્શન મેળવવું હસે તો તેમાં જ રેશન કાર્ડ માન્ય રહેશે.
પરિપત્રમાં શું લખેલું છે
અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના વંચાણે લીધેલ ક્રમ-(૧) પરના તા.28/09/1994ના પત્રથી રેશનકાર્ડનો ઉપયોગ ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે જ કરવા સંબંધિત સૂચના આપવામાં આવેલ છે. ભારત સરકારના અન્ન અને જાહેર વિતરણ મંત્રાલયના વંચાણે લીધેલ ક્રમ-(૨) પરના તારીખ 20/03/2015ના Targeted Public Distribution System (Control) Order, 2015ની કંડિકા નં. 4 રેશનકાર્ડ સંબંધિત જોગવાઈઓ/સૂચનાઓ સમાવિષ્ટ છે.
રેશનકાર્ડ રહેઠાણ ના પુરાવા તરીકે માન્ય નહીં રહે કંડિકા નં.-4(6) થી -Ration Card Shall not be used as a document of identity or proof of residence" મુજબની જોગવાઈ કરવામાં આવેલ છે. ગુજરાત માહિતી આયોગના વંચાણે લીધેલ ક્રમ-(૩) પરના તા.05/08/2025ના હુકમ અન્વયે રાશનકાર્ડના ઉપયોગ સંબંધિત સૂચના પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. કાળજીપૂર્વકની વિચારણાના અંતે રાશનકાર્ડના ઉપયોગ સંબંધિત નીચે મુજબની સૂચના પરિપત્રિત કરવામાં આવે છે.
પરિપત્ર પ્રસિદ્ધ
રેશનકાર્ડનો ઉપયોગ ફકત ગેસ તથા વાજબી ભાવની દુકાનેથી રાશન મેળવવા માટે જ કરવાનો છે. રેશનકાર્ડનો ઓળખના દસ્તાવેજ કે રહેઠાણના પૂરાવા તરીકે ઉપયોગ કરી શકાશે નહી. આ પરિપત્ર વિભાગની સરખા ક્રમાંકની ફાઈલ પર સરકાર દ્વારા તા.24/09/2025ના રોજ મળેલ અનુમતિ અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.










