ગાંધીનગર ટાઉનહોલમાં પદવીદાન સમારોહ યોજાયો. આ સમારોહમાં 84 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવી છે. PHDના 26, PGના 58 વિદ્યાર્થીઓને પદવી અપાઇ હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે પદવી અપાઇ હતી. યુનિવર્સિટીની કાર્યપદ્ધતિને લઇ રાજ્યપાલ ટકોર કરી હતી. તેમણે ચિલ્ડ્રન યૂનિવર્સિટીના કામમાં અધૂરાપણું છે તેમ કહી યુનિવર્સિટીનું કામ બાળકો પર રિસર્ચ કરવાનું છે અને ઉપરછલ્લા બનાવટી કામો કરવાનો કોઇ અર્થ નથી તેવું રાજ્યપાલ દેવવ્રતે શિક્ષકોને ટકોર કરી હતી.
યુનિવર્સિટીની કાર્યપદ્ધતિને લઇ રાજ્યપાલની ટકોર
શિક્ષકો રાજ્યપાલ કરતા રાજ્યપાલે કહ્યું, ફેક્ટરીમાં મજૂર વેતન લઈને કામ કરે છે તો આપણે ત્યાં પણ એ ચાલે છે. ચિલ્ડ્રન યુનિવર્ટસિટી ગુરુકુળ બનાવો, કુરુકુલમાં એવા શિક્ષકો રાખો જેમનું ઇન્ટરવ્યૂ ના લેવામાં આવે તથા પગે લાગીને લાવવાની ઈચ્છા થાય એવા ઉચ્ચ સ્તરના શિક્ષકો રાખો. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સીટીની કાર્યપધ્ધતિને લઈને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ટકોર કરી છે. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સીટીનું કામ અડધું અઘરું છે. ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સીટીનું કામ બાળકો પર રિસર્ચ કરવાનું છે. આડંબર બનાવટી કાર્યક્રમ જે ઉપર ઉપર ચાલે છે તેનો કોઈ મતલબ નથી. હું જ્યાં સુધી ગુજરાતમાં છું ત્યાં સુધી હું સરકારની મદદ લઈને આપનું આ અધુરાપણું દૂર કરવા માગું છું.
ચિલ્ડ્રન યુનિવર્સિટીને IAS જયંતિ રવિની ટકોર
ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સીટીના પાંચમાં દિક્ષાંત સમારોહમાં 7 પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું. ચિલ્ડ્રન યુનિવર્સિટીને IAS અધિકારી જયંતિ રવિએ ટકોર કરી છે કે ચિલ્ડ્રન યુનિવર્સિટી જૂની ઘરેડની યુનિવર્સિટી નથી. જૂની ઘરેડમાંથી બહાર ઉઠી ચિલ્ડ્રન યુનિવર્સિટી નવા આયામો સર કરે. કંઈક નવું કરશો તો લોકો વિરોધ કરશે. પણ નવું કાર્ય સફળ જરૂરું થશે.