ગાંધીનગરમાં તૈયાર થયેલા નવા MLA ક્વાટર્સની ધારાસભ્યોને ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણીમાં મહિલા ધારાસભ્યો માટે અલગ બ્લોક રાખવામાં આવ્યા છે. રાજ્યના 25 મંત્રીઓને બંગલાની ફાળવણી કરાઈ છે. જ્યારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાનમાં કોઈ ફેરફાર કરાયો નથી. 150 ધારાસભ્યોને નિવાસ ફાળવી દેવાયા છે. જ્યારે 6 ધારાસભ્યોને હજી નિવાસની ફાળવણી બાકી છે.


ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો પણ પાડોશી બન્યા

ગાંધીનગરમાં ધારાસભ્યોને ફાળવવામાં આવેલા ફ્લેટમાં કેટલાક ધારાસભ્યો એવા છે જેઓ એકબીજાના પાડોશી બન્યાં છે. જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્ય એકબીજાના પાડોશી બન્યાં છે. ભાજપના અલ્પેશ ઠાકોરને નવા ફ્લેટમાં બ્લોક નં.1માં 802 અને કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરને 801 નંબરનો ફ્લેટ ફાળવવામાં આવ્યો છે. જ્યારે કોંગ્રેસના ઈમરાન ખેડાવાલાને બ્લોક નં.2માં 702 અને દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલને 701 નંબરનો આવાસ ફાળવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટી અને ભાજપના ધારાસભ્યો પાડોશી બન્યા

આ ઉપરાંત વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલને બ્લોક નં. 2માં 802 અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરને 801 નંબરનો આવાસ ફાળવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી અને ભાજપના ધારાસભ્યો પણ આવાસ ફાળવણીમાં પાડોશી બન્યાં છે. જેમાં જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાને બ્લોક નં.4માં 802 અને ભાજપના રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડને 801 નંબરનો આવાસ ફાળવવામાં આવ્યો છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાની બાજુમાં કેશોદના દેવાભાઈ માલમને આવાસની ફાળવણી કરાઈ છે.


  • Follow us on: