આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ BLOની આત્મહત્યાના બનાવો પર નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જિલ્લા કલેકટરોને સૂચના આપવામાં આવી છે કે, બીએલઓને કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં ના આવે. કોઈપણ બીએલઓનું મૃત્યુ દુઃખદાયક છે.


કોઈ પણ બીએલઓનું મૃત્યુ દુઃખ દાયક છે

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, કોઈ પણ બીએલઓનું મૃત્યુ દુઃખ દાયક છે. જેથી જિલ્લા કલેક્ટરોને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ બીએલઓ પર દબાણ કરવામાં ના આવે. જ્યાં કામ વધારે છે ત્યાં અન્ય કર્મચારીઓની મદદ લેવા જણાવ્યું છે. શિક્ષણને અસર થતી હશે તો અન્ય કર્મચારીઓને કામ સોંપવામાં આવશે.

કામ શિક્ષક સિવાયના અન્ય કર્મચારીઓને સોંપાશે

બીએલઓનું કામ શિક્ષક સિવાયના અન્ય કર્મચારીઓને સોંપાશે. મતદાર યાદીની કામગીરી સરળતાથી થાય તે માટે પણ સૂચના અપાઈ છે. મુખ્યમંત્રીએ આજે કેબિનેટની બેઠકમાં અધિકારીઓને સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એસઆઈઆરની કામગીરીના દબાણને કારણે બીએલઓનું કામ કરતાં શિક્ષકોને હાર્ટ એટેક અને આપઘાતના બનાવો પણ સામે આવ્યા હતાં.

આ પણ વાંચોઃ Vadodara : મંગલદીપ ઇન્ડસ્ટ્રીઝના માલિક દુર્ગેશ ભુરા પરિહાર અને તેમના પુત્ર ભાવેશ પરિહાર સામે 11.49 લાખની ઠગાઈની ફરિયાદ


  • Follow us on: