મંત્રી મંડળમાં ફેરફાર બાદ પૂર્વ મંત્રી બળવંતસિંહ રાજપુતે વિધાનસભા સચિવાલયને જાણ કરી છે કે તેઓ ધારાસભ્ય તરીકેનો પગાર અને ભથ્થા નથી લેવા માંગતા.
સ્વેચ્છાથી પગાર-ભથ્થા મેળવવા ઈચ્છતા નથી
પાછલા કાર્યકાળ દરમિયાન મંત્રી તરીકે પણ તેઓએ પગાર-ભથ્થા સ્વીકાર્યા નહોતાં અને લોકલક્ષ્યમાં જાહેર સેવાના મોખરે રહ્યા હતા. હવે મંત્રી પદમાંથી નિવૃત્તિ પછી પણ, તે જ નીતિ પર ટકી રહ્યા છે અને સ્વેચ્છાથી પગાર-ભથ્થા મેળવવા ઈચ્છતા નથી.













