ગાંધીનગર ખાતે ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રાઈમ કોન્ફરન્સમાં તમામ રેન્જ આઈજી અને એજન્સીના વડા હાજર રહ્યા હતા. ક્રાઈમ કોન્ફરન્સની અધ્યક્ષતા DGP વિકાસ સહાય દ્વારા કરવામાં આવી હતી.


ચાલુ મહિનાની કામગીરીની સમીક્ષા કરાઈ

ગાંધીનગરમાં આ ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સુધારવા અંગે DGPની અધ્યક્ષતા અને તમામ રેન્જ IG અને એજન્સીના વડાની હાજરીમાં ચર્ચા કરવામાં આવી હતી. આ સાથે ક્રાઈમ કોન્ફરન્સમાં ચાલુ મહિનાની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ક્રાઈમ કોન્ફરન્સમાં આગામી મહિનાના રોડમેપ પર ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાત પોલીસ અકાદમીમાં યોજાઈ ક્રાઈમ કોન્ફરન્સ

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગુજરાત પોલીસ અકાદમી, ગાંધીનગર ખાતે માસિક ક્રાઈમ કોન્ફરન્સનું આયોજનક કરવામાં આવ્યું છે. તમામ જિલ્લા/શહેર/યુનિટના વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: