હિન્દી ભાષામાં એક કહેવત છે કે, ઘર કા ભેદી લંકા ઢાયે. આ કહેવતને ગાંધીનગરમાં એક ઘરઘાટીએ સાચી ઠેરવી છે. ગાંધીનગરમાં ઘરફોડ ચોરીના એક ચોંકાવનારા કિસ્સામાં પોલીસ દ્વારા એક મહિલા ઘરઘાટીની ધરપકડ કરવામાં આવી છે, જેણે પોતાના માલિકના ઘરમાં જ વિશ્વાસનો દ્રોહ કરીને હાથફેરો કર્યો હતો.
34 લાખ 69 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો
ગાંધીનગર એલસીબી દ્વારા આ 'વિશ્વાસઘાતી' ઘરઘાટી પાસેથી કુલ 34 લાખ 69 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરવામાં આવેલા મુદ્દામાલમાં 33 લાખ 75 હજારની કિંમતના સોના-ચાંદીના કીમતી દાગીના અને 94,500 રૂપિયાની રોકડ રકમનો સમાવેશ થાય છે.













