વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આકાર લઈ રહેલા નવા ભારતના રૂપાંતરણની એક અનોખી કહાની “મેરા દેશ પહેલે”નો ગુજરાતમાં સૌપ્રથમ શો તા.10 ઓક્ટોબર 2025 શુક્રવારે ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે યોજાશે.વડાપ્રધાન મોદીએ હંમેશા રાષ્ટ્રહિત સર્વોપરી રાખીને પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરેલું છે. તેમના સમગ્ર જીવનની અનેક ઘટનાઓ-પ્રસંગો દેશવાસીઓમાં દેશ પ્રેમ સમર્પણ અને રાષ્ટ્રપ્રથમના ભાવ માટે પ્રેરણાદાયી બન્યા છે. “મેરા દેશ પહેલે” મોદીની એ અદ્વિતિય સફરને મેગા શો દ્વારા જીવંત કરે છે.


ઓનલાઇન રજીસ્ટ્રેશનથી જ વિનામૂલ્યે એન્ટ્રી

મેરા દેશ પહેલેના દેશના અન્ય રાજ્યોમાં સફળ અને પ્રશંસનીય મંચન બાદ ગુજરાતમાં પ્રથમવાર ગિફ્ટ સિટી પરિસરમાં આ શો વિનામૂલ્ય પ્રવેશથી યોજાવાનો છે. 10 ઓક્ટોબર શુક્રવારે સાંજે 6:00 વાગ્યે ગિફ્ટ સિટીમાં આ શો નિહાળવા માટે માત્ર ઓનલાઇન રજીસ્ટ્રેશનથી જ વિનામૂલ્યે એન્ટ્રી રાખવામાં આવેલી છે. આ માટે www.giftgujarat.in પર રજીસ્ટ્રેશન કરાવી શકાશે.પ્રસિદ્ધ સર્જક મનોજ મુંતશિર નિર્મિત મેરા દેશ પહેલેનું મંચન નિહાળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓ તથા સમાજ જીવનના વિવિધ અગ્રણીઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યા છે.

નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલી વાર શપથ લીધા હતા

24 વર્ષ પહેલા બરાબર આજના જ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પહેલી વાર શપથ લીધા હતા. આ ખાસ પ્રસંગને યાદ કરતા, પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર તેમના શપથ ગ્રહણ સમારોહનો એક જૂનો ફોટો શેર કર્યો હતો અને તેને તેમના રાજકીય કારકિર્દીમાં એક વળાંક ગણાવ્યો છે. તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરતા પીએમ મોદીએ લખ્યું, "2001 માં આજના દિવસે, મેં પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. મારા દેશવાસીઓના સતત આશીર્વાદથી, હું સરકારના વડા તરીકે મારી સેવાના 25મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છું. ભારતના લોકો પ્રત્યે મારી કૃતજ્ઞતા. આ વર્ષો દરમિયાન, મારો સતત પ્રયાસ આપણા લોકોના જીવનને સુધારવાનો અને આ મહાન રાષ્ટ્રની પ્રગતિમાં યોગદાન આપવાનો રહ્યો છે જેણે આપણને બધાને પોષ્યા છે."


  • Follow us on: