આ પ્રસંગે રાજ્યપાલે મંત્રી સાથે પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધનના વિસ્તરણ અંગે વિગતવાર ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી ભારતની પરંપરા અને સમૃદ્ધિનું મૂળ છે, અને આજના સમયમાં તે ખેડૂતો માટે આર્થિક રીતે સશક્તિકરણનું મહત્વપૂર્ણ સાધન બની શકે છે.


પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે ચર્ચા કરાઈ

રાજ્યપાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, દેશના વિકાસ માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા જરૂરી છે. દેશી ગાય આધારિત ખેતી માટીનું આરોગ્ય સુધારે છે, ખેતીનો ખર્ચ ઓછો કરે છે અને પાકની ગુણવત્તા વધારે છે. મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને મંત્રીએ રાજ્યમાં ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે વિવિધ શક્યતાઓ પર ચર્ચા કરી હતી.

વિકાસ જેવા વિવિધ વિષયો પર કેન્દ્રીય મંત્રી સાથે વિગતે ચર્ચા કરી હતી

ગાંધીનગર, રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય શ્રમ અને રોજગાર તેમજ રમતગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખભાઈ માંડવિયાએ શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલે કેન્દ્રીય મંત્રીનું પુષ્પગુચ્છથી સ્વાગત તેમજ શાલ ઓઢાડી સમ્માન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન, સ્વદેશી અભિયાન, સ્વચ્છતા અભિયાન, યુવા વિકાસ જેવા વિવિધ વિષયો પર કેન્દ્રીય મંત્રી સાથે વિગતે ચર્ચા કરી હતી. કેન્દ્રીય મંત્રીએ વર્તમાન સમયમાં ભારતમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, યુવા કૌશલ્ય તેમજ રોજગાર લક્ષી બાબતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતા વિવિધ કાર્યો અને નવીન આયામોથી રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. આગામી સમયમાં ભારતના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ વધુ રોશન કરે તેવા પ્રયાસોને પ્રોત્સાહન આપવા રાજ્યપાલે આ મુલાકાત દરમ્યાન જણાવ્યું હતુ.

  • Follow us on: