આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે મંત્રીઓને સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થાય તેવી સૂચના આપી છે.


રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાશે

રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં સરકારી ભરતીમાં ખાલી જગ્યાઓ ભરવા માટે મુખ્ય સચિવને સૂચના અપાઈ છે. આ ઉપરાંત ધરમપુર આગામી સમયમાં સરકારની ચિંતન શિબિર યોજાશે તે અંગે પણ તેના આયોજનને લઈ ચર્ચાઓ કરાઈ હતી. આગામી 27થી 29 નવેમ્બર સુધી ધરમપુર ખાતે સામુહિક થીમ પર રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાશે. આ શિબિર બાદ ભલામણોના આધારે એક રોડમેપ તૈયાર કરવામાં આવશે.

સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે આયોજન

26 નવેમ્બરે સરદાર પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે રેલીનું આયોજન છે. આ રેલીમા વડાપ્રધાન મોદી ઓનલાઈન જોડાશે. કેવડિયામાં આ રેલીનુ સમાપન થશે તેમાં ઉપરાષ્ટ્રપતિ હાજર રહેશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પણ તેમાં પદયાત્રી તરીકે જોડાશે. આ ઉપરાંત અન્ય રાજ્યોના મંત્રીઓ પણ આ પદ યાત્રામાં જોડાશે. રાજ્યના મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ પણ આ પદયાત્રામાં જોડાશે. 


આ પણ વાંચોઃ Ahmedabad News : ગુજરાતમાં ઠંડી અંગે હવામાન વિભાગની મોટી આગાહી, નલિયાનું લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું


  • Follow us on: