ગુજરાતમાં મતદાર યાદી સુધારણાનું કામ પુર ઝડપે ચાલી રહ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 99 ટકા મતદારોને ફોર્મનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. આગામી આઠમી જાન્યુઆરી સુધી મતદાર નોંધણી કરાવી શકશે. જ્યારે આખરી મતદાર યાદી ફેબ્રુઆરીમાં જાહેર થશે. ચૂંટણી પંચની કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાની છે.
આઠમી જાન્યુઆરી સુધીમાં મતદાર નોંધણી કરાવી શકશે
મુખ્ય ચૂંટણી અધિકારી હરિત શુક્લાએ કહ્યું હતું કે, અત્યાર સુધીમાં 99 ટકા મતદારોને ફોર્મનું વિતરણ કરી દેવાયું છે. આગામી ચાર ડિસેમ્બર સુધી ફોર્મ પરત લેવામાં આવશે. જ્યારે 9મી ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરાશે. આઠમી જાન્યુઆરી સુધીમાં મતદાર નોંધણી કરાવી શકશે. આખરી મતદાર યાદી ફેબ્રુઆરીમાં જાહેર કરાશે. ત્યાર બાદ પણ મતદાર યાદીમાં નોંધણી થઈ શકે છે.













