ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે,ગુજરાતના નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ-2025થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટે 15 પૈસા ઘટાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ નિર્ણયથી તા.01.07.2025થી કરેલા વીજ વપરાશ ઉપર તમામ શ્રેણીના વીજ ગ્રાહકો પાસેથી ફ્યુઅલ સરચાર્જ હવે પ્રતિ યુનિટ રૂ. 2.30ના ઘટાડેલા દરે વસૂલાત કરવામાં આવશે.વીજ નિયમન આયોગ (GERC) દ્વારા કોઈ ફેરફાર ન થાય ત્યાં સુધી આ દર યથાવત રહેશે.
વીજ વપરાશ ઉપર આશરે રૂ.400 કરોડથી વધુનો લાભ થશે













