વરિષ્ઠ IAS અધિકારી મનોજ કુમાર દાસે ગુજરાતના 33મા મુખ્ય સચિવ તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે.1990ની બેચના આ અધિકારી ડિસેમ્બર 2026સુધી આ મહત્ત્વપૂર્ણ પદ પર રહેશે.વર્તમાન સચિવ પંકજ જોશીનો કાર્યકાળ સમાપ્ત થતાં તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે.ચાર્જ સંભાળ્યા બાદ મુખ્ય સચિવ એમ.કે.દાસે વિકાસ અને સરળ વહીવટી પ્રક્રિયા પર ભાર મૂક્યો હતો. તેમણે પદભાર સંભાળતાની સાથે જ સુપ્રીમ કોર્ટનું તેડું આવ્યું છે.
સોગંદનામું દાખલ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા હતા
રખડતાં કૂતરા અંગે સોગંદનામું નહીં કરતાં સુપ્રીમ કોર્ટે રાજ્યના મુખ્ય સચિવ મનોજકુમાર દાસને હાજર થવા તેડુ મોકલ્યું છે. તેઓ સુપ્રીમ કોર્ટ સમક્ષ હાજર થયાં હતાં.ગુજરાતમાં રખડતાં કૂતરા અંગે એફિડેવિટ ના કરી એટલે કોર્ટે રૂબરૂ બોલાવ્યા હતાં. સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ વ્યક્તિગત હાજરી આપવા બોલાવ્યા હતાં. 27 ઓક્ટોબર સુધીમાં સોગંદનામું દાખલ કરવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા હતા.













