કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026ના બીજા દિવસે એટલે કે તા.24 જૂનના રોજ રાજ્યભરમાં કુલ 8173 ગામો અને 11987 શાળાઓમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા બે દિવસમાં રાજ્યભરમાં કુલ 24716 શાળાઓ આવરી લઈને કુલ 11.20 લાખથી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું છે.શિક્ષણના આ પર્વ દરમિયાન નવી પેઢીના લાખો બાળકોએ શાળામાં પ્રવેશ મેળવી રેકોર્ડબ્રેક નામાંકન નોંધાવ્યું છે. 


બાલમંદિરમાં 62 હજારથી વધુ બાળકોએ પ્રવેશ મેળવ્યો

આજે પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડી અને બાલમંદિરમાં 62 હજારથી વધુ બાળકોએ અક્ષરજ્ઞાનનો શ્રીગણેશ કર્યો હતો.બાલવાટિકામાં કુલ 139925 પ્રવેશપાત્ર બાળકો સામે કુલ 1.40 લાખ કરતાં વધુ નવા નામાંકન નોંધાયા છે.આ ઉપરાંત ધોરણ-1માં 34 હજારથી વધુ, ધોરણ-9માં 196755 તેમજ ધોરણ-11માં 11759 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રવેશ મેળવી શાળા પ્રવેશોત્સવને ખરા અર્થમાં સફળ બનાવ્યો હતો.

9.19કરોડની માતબર સહાય પ્રાપ્ત થઈ 

તદુપરાંત આજે રાજ્યના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં ડ્રોપ-આઉટ રેટ ઘટાડવા તેમજ ખાસ કરીને દીકરીઓ પોતાનો અભ્યાસ અધવચ્ચેથી ન છોડે તે માટે રાજ્ય સરકાર દ્વારા 847 જેટલી શાળાઓમાં નવીન પરિવહન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.આ ઉપરાંત કન્યા કેળવણીને વધુ વેગ આપવા માટે પ્રવેશોત્સવ દરમિયાન રાજ્યની 5664 જેટલી પ્રતિભાશાળી કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અર્પણ કરીને તેમને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી.આ અભિયાન દરમિયાન લોકભાગીદારી સ્વરૂપે કુલ રૂ.9.19કરોડની માતબર સહાય પ્રાપ્ત થઈ હતી. 

આ પણ વાંચોઃ Gujarat News: 7 વર્ષની સજા બાદ ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચી શકશે? જાણો શું કહે છે કાયદાવિદ



  • Follow us on: