ગુજરાતમાં ચકચાર મચાવનાર સાયકો કિલર તરીકે ઓળખાતા વિમલ પરમારના અંતિમ સંસ્કાર ગાંધીનગરના સેક્ટર 30 ખાતે આવેલા સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા છે. વિમલ પરમાર જેણે એક જ અઠવાડિયામાં ત્રણ નિર્દોષ લોકોની હત્યા કરી હતી. તેના મૃત્યુ બાદ તેના પરિવારજનોએ જ તેના મૃતદેહનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો.
ગાંધીનગર સેક્ટર 30ના સ્મશાનમાં કરાયા અંતિમ સંસ્કાર
વિમલ પરમારના મૃતદેહના અંતિમ સંસ્કાર માટે તેના માતા અને બહેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમના આ નિર્ણય પાછળનું કારણ વિમલે કરેલા ઘૃણાસ્પદ ગુનાઓ અને સમાજમાં પરિવારની થયેલી બદનામી હોવાનું માનવામાં આવે છે. આખરે વિમલ પરમારના સાવકા ભાઈએ આગળ આવીને તેના અંતિમ સંસ્કારની જવાબદારી ઉપાડી હતી.













