ગીર સોમનાથના તાલાલામાં વીજ ધાંધિયાના પગલે મહિલાઓમાં રોષ જોવા મળ્યો છે. શ્રીબાઈ સોસાયટીમાં વીજ પુરવઠો ખોરવાતા મહિલાઓ રોષે ભરાય PGVCL કચેરીએ દોડી આવી હતી. સતત 10 દિવસથી વીજ પુરવઠો ખોરવાતા સોસાયટીના લોકોમાં રોષ જોવા મળ્યો છે. અવારનવાર વીજ પુરવઠો ખોરવાતો હોવાનો આરોપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે.


 વીજ પુરવઠો ખોરવાતા મહિલાઓમાં રોષ 

શ્રીબાઈ સોસાયટીમાં વીજ પુરવઠો ખોરવાતા મહિલાઓ રોષ જોવા મળ્યો હતો. અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતું હોવાનો આરોપ મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં મહિલાઓ PGVCL કચેરી ખાતે પહોંચી હતી.અનેક વાર રજૂઆત કરવા છતા સમસ્યાનું નિરાકરણ ના આવતા મહિલાઓ PGVCL કચેરીએ પહોંચી હતી.

 10 દિવસથી સતત વીજ પુરવઠો ખોરવાય રહ્યો

તાલાલામાં વીજ ધાંધિયાના કારણે સ્થાનિકો પરેશન થયા છે. 40 જેટલા પરિવારો વીજ ધાંધિયાથી પરેશાન થયા છે. સ્થાનિકોનું કહેવું છે કે કચેરીમાં અનેક રજૂઆત કરી છતા અમારી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. 10 દિવસથી સતત વીજ પુરવઠો ખોરવાય રહ્યો છે.


  • Follow us on: