ગીર સોમનાથ અને ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન પાકને થયું છે ત્યારે પાક નુકાસનીનો સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે, 6 તાલુકાના 49 ગામમાં સર્વે શરૂ કરવામાં આવશે અને 155થી વધુ કર્મચારીની ટીમ સર્વે કરશે તેવી વાત સામે આવી છે, કૃષિ પ્રગતિ એપથી ડિજીટલ સર્વે કરવામાં આવશે અને 7 દિવસમાં સર્વે પૂર્ણ કરી રિપોર્ટ રાજય સરકારને સોંપાશે.


જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલ પાક નુકસાની અંગે સર્વેના આદેશ

ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના 49 ગામોમાં હાથ ધરવામાં આવશે પાક નુકસાનીનો સર્વે જેમાં 155થી વધુ ગ્રામ સેવકો, વસીસીની ટીમ સ્થળ પર પહોંચશે અને "કૃષિ પ્રગતિ" એપ્લિકેશનના માધ્યમથી પાક નુકસાનનો ઓનલાઈન સર્વે કરશે, જે કિસ્સામાં ઓનલાઈન સર્વે શક્ય ન હોય ત્યાં અસરગ્રસ્ત પાકના ખેતરના નુકસાનીનો અક્ષાંશ-રેખાંશ વાળા ફોટોગ્રાફ્સ મેળવવાના રહેશે તો DDO અને જિલ્લા કલેક્ટર દ્વારા કરાયો લેખિત આદેશ અને તમામ તાલુકામાં સર્વે ટીમ પર કલાસ વન અધિકારીની નોડલ તરીકે નિયુક્તિ કરાઈ છે.

ગુજરાતમાં હાલના તબક્કે આશરે 10 લાખ હેકટરથી વધુ વિસ્તાર અસરગ્રસ્ત હોવાનો પ્રાથમિક અંદાજ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી મળેલા પ્રાથમિક અહેવાલ અનુસાર ગત તા. ૨૩ થી ૨૮ ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં ૩૩ જિલ્લાના ૨૩૯ તાલુકામાં સમાન્યથી અતિભારે વરસાદ વરસ્યો હતો. જેમાં હાલના તબક્કે આશરે ૧૦ લાખ હેકટરથી વધુ વિસ્તારમાં નુકશાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. પ્રવક્તા મંત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, ખેડૂતોને ઝડપથી સહાય પૂરી પાડવાના આશય સાથે અદ્યતન ટેકનોલોજી - કૃષિ પ્રગતિના માધ્યમથી ઝડપથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે. ટેક્નોલોજીકલ સર્વે ઉપરાંત ભૌતિક સર્વે પણ હાથ ધરવામાં આવશે, જેથી રાજ્યનો કોઈપણ અસરગ્રસ્ત ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય.


  • Follow us on: