ગુજરાતમાં કચ્છ સહિતના વિસ્તારોમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. રાજ્યમાં 24 ઓક્ટોબરથી 20 નવેમ્બર સુધીમાં 5 વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે ગીર સોમનાથના તાલાલામાં આજે ઉપરાછાપરી બે વખત ધરતી ધ્રુજી છે. આજે બપોરે 2.29 કલાકે 2.9ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ત્યાર બાક 2.53 કલાકે ત્રણની તિવ્રતાનો બીજો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 14 કિ.મી દૂર હોવાનું જાણવા મળ્યું છે.


તાલાલામાં અડધા કલાકમાં 2 ભૂકંપના આંચકા

તલાલામાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યાં છે. 19 નવેમ્બરે તાલાલામાં 2.7ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ આંચકો આવ્યો હતો. તેનું કેન્દ્રબિંદુ તાલાલાથી 6 કિ.મી દૂર નોંધાયું હતું. હવે ફરીવ આજે તાલાલામાં ઉપરાછાપરી બે વખત ધરતી ધ્રુજતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.

20 નવેમ્બર સુધીમાં 5 વખત ભૂકંપના આંચકા આવ્યા

રાજકોટમાં ગત 24 ઓક્ટોબરે બપોરના સમયે ગોંડલ પાસે 3.6ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 24 કિ.મી દૂર નોંધાયું હતું. ત્યાર બાદ 27 ઓકટોબરે બોટાદ પાસે 2.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. તેનું કેન્દ્રબિંદુ બોટાદથી 29 કિ.મી દૂર નોંધાયું હતું. જ્યારે પહેલી નવેમ્બરે કચ્છના ધોળાવિરા નજીક 2.5નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.


  • Follow us on: