ગીર સોમનાથમાં વિદ્યાર્થીઓથી ભરેલી સ્કૂલ બસને અકસ્માત થયો છે, જેમા કીદરવાથી વડોદરા ડોડીયાને જોડતા રોડ પર અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, વિદ્યાર્થીઓની સ્કૂલ બસ રોડની સાઈડમાં ઉતરી જતા દોડધામ મચી હતી, તો સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર આવ્યા નથી અને વાલીઓએ રાહતનો શ્વાસ લીધો છે.


સ્કૂલ બસમાં 17 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા

ગીર સોમનાથમાં વિધાર્થીઓ ભરેલી સ્કૂલ બસનો અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, બસ વિધાર્થીઓને ભરીને જઈ રહી હતી તે દરમિયાન અચાનક રોડ પરથી સાઈડમાં ઉતરી જતા બસ નમી ગઈ હતી અને આસપાસના સ્થાનિકો મદદે દોડી આવ્યા હતા, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને તમામ વિધાર્થીઓનો બચાવ થયો છે, અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે, તો વારંવાર અકસ્માત થતા હોવાની ગ્રામજનોની ફરિયાદ પણ મીડિયા સમક્ષ સામે આવી છે.

ગીરસોમનાથમાં સ્કૂલ બસને નડયો અકસ્માત

ગીર સોમનાથના કીદરવાથી વડોદરા ડોડીયાને જોડતા રોડ પર સ્કૂલ બસ રોડની સાઈડે ઉતરી ગઈ હતી, તો સ્થાનિકોનો આક્ષેપ છે કે, ખરાબ રોડના કારણે આ બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી, વડોદરાથી કીદરવા ગામને જોડતા રોડ પર રોડ બન્યો છે તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે, અને સ્થાનિકોનું કહેવું છે કે, રોડ નિર્માણ બાદ બન્ને સાઈડ મોરમથી પુરાણ કરવામાં આવી નથી જેને કારણે વારંવાર અકસ્માત સર્જતાં હોવાની ગ્રામજનોની ફરિયાદ છે.

રોડ એકદમ સાંકડો હોવાથી સામસામે વાહન પસાર થઈ શકતા નથી

સ્થાનિકોનું કહેવું છે કે, રોડની કામગીરી સરખી થઈ નથી અને રોડ સાંકડો છે જેના કારણે સામસામે આવતા વાહનો બેલેન્સ ગુમાવી દે છે અને અકસ્માત થાય છે, ગડુની વી.એસ.સાયન્સ સ્કૂલની સ્કૂલ બસને આ અકસ્માત નડયો હોવાની વાત સામે આવી છે, બસમાં ધો.1 થી 8 નાં 17 જેટલા વિદ્યાર્થીઓ હતા સવાર અને ક્રેન મારફતે સ્કૂલ બસ બહાર કાઢવામાં આવી છે.

 

  • Follow us on: