અરબી સમુદ્રમાં ઉભા થયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો છે જેથી સર્વત્ર પાણી ભરાઇ ગયા છે.
ભારે તારાજી
ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં ભારે વરસાદ વરસ્યો છે જેના કારણે ભારે તારાજી જોવા મળી રહી છે. ઉનાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા છે. વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે અને ખેડૂતોને પણ ભારે નુકશાન થયું છે.













