રાજકોટના ગોંડલમાં વીજ કરંટથી 2 ના મોત થયા હોવાની વાત સામે આવી છે, વોરા કોટડા રોડ પર સબજેલ પાસે આ ઘટના વહેલી સવારે બની છે, 11 કેવી વીજ લાઈન નાખતા સમયે બે શ્રમિકોના ઘટના સ્થળે મોત થયા હતા, પોલ પર ચડી નવી લાઈન નાખી રહ્યા હતા શ્રમિક.
ગોંડલના વોરા કોટડા રોડ પર બની ઘટના
રાજકોટના ગોંડલના વોરા કોટડા રોડ પર સબજેલ પાસે વિજપોલ પર વીજ કરંટ લાગતા બે શ્રમિકના મોત થયા છે, સબજેલ પાસે કોન્ટ્રાકટ બેઇઝ કામ કરતા કર્મચારીઓ 11 કેવી કોટેડ વીજ લાઈન નાખતા હતા અને વીજ કરંટ લાગ્યો તો ઘટના સ્થળે જ મોત થયા છે, મૃતક ભગવાનસિંઘ બિલ (ઉ.વ.22),સુરજકુમાર બિલ (ઉ.વ.20) રહે. રાજસ્થાન બન્નેના મોત થયા છે, બન્ને યુવાન વીજ પોલ પર ચડી નવી વીજ લાઈન નાખતા હતા તે દરમિયાન કરંટ લાગતા ઘટના સ્થળે મોત થયા છે.
પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે
વોરા કોટડા રોડ પર ચાર દિવસ પહેલા નવી વિજલાઈન નાખવાનું કામ કોન્ટ્રાકટ બેઇઝ શરૂ કરવામાં આવ્યું હોવાની વિગત સામે આવી છે, અંદાજે 30 મજૂરો વિજય નગર અર્બન ફીડરમાં આવતા વિસ્તારોમાં નવી લાઈનો નાખતા હતા તે દરમિયાન આ ઘટના બની હતી તો પોલીસે પણ ઘટના સ્થળે જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સેફટીના સાધનો હતા કે નહી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે, તો મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે. પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.