ગોંડલના ખીમોરી તળાવમાં બે યુવકોના ડૂબતા મોત થયા છે. એક યુવક ડૂબતા બીજો યુવક બચાવવા કુદ્યો હતો. બચાવવા પડેલા બીજા યુવકનું પણ ડૂબી જવાથી મોત થયું છે. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડના કરતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા મૃતદેહો તળાવમાંથી બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. ગોંડલ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.


તળાવમાં નાહવા પડેલા બે યુવકોના મોત

ખીમોરી તળાવમાં નાહવા પડેલા બે યુવાન મિત્રોના ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યા છે. એક મિત્રને બચાવવાના પ્રયાસમાં બીજા મિત્રએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. બંને યુવાનોને ડૂબતા જોઈ કોઇ સ્થાનિકે તાત્કાલિક ગોંડલ પોલીસને જાણ કરી હતી. નગરપાલિકાના ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ બંને યુવાનોના મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા હતા.

યુવકોના મોતને પગલે પંથકમાં શોકનો માહોલ

આ ઘટનાની જાણ થતાં ગોંડલ બી-ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. વાહન શાખાના પ્રતિનિધિ સમીર કોટડીયા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે એમ્બ્યુલન્સ મારફતે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


  • Follow us on: