આ ચમકતો નવેમ્બર સુપરમૂન ઓક્ટોબર 2025થી જાન્યુઆરી 2026 સુધી આપણા આકાશમાં સતત ચાર સુપરમૂનની દુર્લભ અવકાશી શ્રેણીમાં બીજો છે. એક મંત્રમુગ્ધ કરનાર ચંદ્ર પ્રવાસ મહિનાઓ સુધી ચાલશે. જે આકાશમાં વિસ્મય અને જિજ્ઞાસાને પ્રેરણા આપશે. 5 નવેમ્બરના રોજ આ અસાધારણ પૂર્ણ ચંદ્ર સામાન્ય કરતાં લગભગ 14% મોટો અને 30% તેજસ્વી દેખાશે. કારણ કે તે પૃથ્વીના સૌથી નજીકના બિંદુ જે લગભગ 3,57,000 કિલોમીટર દૂર સુધી પહોંચશે. જે આકાશ નિરીક્ષકો માટે એક આકર્ષક દૃશ્ય પ્રદાન કરશે.
પૃથ્વી-ચંદ્ર-સૂર્ય પ્રણાલીની ગતિશીલતા
વૈજ્ઞાનિક રીતે પેરિગી-સિઝીજી તરીકે ઓળખાતી આ ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર તેના પૂર્ણ તબક્કામાં હોય છે અને તેની લંબગોળ ભ્રમણકક્ષામાં પૃથ્વીની સૌથી નજીક હોય છે. વધેલું તેજ અને સ્પષ્ટ કદ તેને નિરીક્ષકો માટે માત્ર એક આનંદ જ નહીં પરંતુ પૃથ્વી-ચંદ્ર-સૂર્ય પ્રણાલીની ગતિશીલતા વિશે જાણવાની ઉત્તમ તક પણ આપે છે. આ કોસ્મિક ઘટનાની ઉજવણી કરવા માટે, GUJCOST, ગુજરાતના દરેક જિલ્લામાં તેના પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો (RSCs) અને સમુદાય વિજ્ઞાન કેન્દ્રો (CSCs) દ્વારા, 4-6 નવેમ્બર 2025ની સાંજે ખાસ સુપરમૂન વોચ કાર્યક્રમોનું આયોજન કરશે.













