સાબરકાંઠાના હિંમતનગરમાં GMERS સિવિલ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે. સાડા પાંચ વર્ષીય બાળકની સર્જરી બાદથી તબિયત લથડી છે. તમને જણાવી દઈએ કે બાળકના ગુપ્તાંગ ભાગે સામાન્ય સર્જરી બાદ તેને અમદાવાદ ખસેડાયું છે. બાળકને સર્જરી બાદથી તબિયત વધુ લથડી છે અને છેલ્લા 20 કરતા વધુ દિવસોથી બાળક બેભાન અવસ્થામાં છે.
પરિવારે બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યું
બાળકના પરિવારે સિવિલ હોસ્પિટલમાં રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય જોવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકની સારવારમાં બેદરકારીને પગલે પરિવારમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલની બેદરકારીને પગલે સાડા પાંચ વર્ષીય હર્ષરાજસિંહ ઝાલા નામના બાળકની હાલત ગંભીર છે. હાલમાં પરિવારે બાળકને હિંમતનગર સિવિલ બાદ અમદાવાદની ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યું છે. ત્યારે બાળકના પરિવારે જિલ્લા આરોગ્ય, પોલીસ સહિત સિવિલ તંત્રને લેખિત રજૂઆત કરી છે.













