હિંમતનગરમાં ચોંકાવનારો બનાવ બન્યો છે જ્યાં 15 વર્ષીય કિશોરીનું હાર્ટ એટેકથી મોત થયું છે. નાની વયે અચાનક આવેલા હાર્ટ એટેકના બનાવે હિંમતનગરમાં લોકોની ચિંતા વધારી દીધી છે.
રાજવી દવે નામની 15 વર્ષની નાની દીકરીને હાર્ટ એટેક
મળેલી માહિતી પ્રમાણે હિંમતનગરની રાજવી દવે નામની 15 વર્ષની નાની દીકરીને હાર્ટ એટેક આવ્યો હતો. તેને તત્કાળ ખાનગી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી પણ હોસ્પિટલમાં પહોંચતા જ તબીબે તેને મૃત જાહેર કરી હતી.













