સાબર ડેરીમાં પશુપાલક આંદોલનનો મુદ્દો હાલ ખૂબ ચર્ચામાં રહ્યો છે જ્યારે આજે ડેરીના ચરમેન, એમડી, નિયામક મંડળના આગેવાનો દ્વારા મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં પશુંપાલકોની માંગ અને જરૂરી અન્ય મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ પણ પોતાની હાજરી આપી હતી.


બેઠકનો મૂળ ઉદ્દેશ પશુપાલકોના રોષને થાળે પાડવાનો રહ્યો

 ડેરીના ચરમેન શામળભાઈ પટેલ, ડેરીના એમડી સુભાષચંદ્ર પટેલ તથા અન્ય નિયામક મંડળના આગેવાનો દ્વારા આ ચર્ચિત મુદ્દાનો અંત લાવવા આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકનો મૂળ ઉદ્દેશ પશુપાલકોના રોષને થાળે પાડવાનો હોવાથી દૂધના ભાવ વધારા સહિતની અન્ય બાબતો પર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

સ્થાનિક આગેવાનો બેઠકમાં રહ્યા હાજર

પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિત સ્થાનિક આગેવાનો પણ હાજર આ બેઠકમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. સાબરકાંઠા જિલ્લા ભાજપ સંગઠન સહિત અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠને પણ પશુપાલકોની માંગ આ બેઠકમાં રજૂ કરી હતી. સાબર ડેરીમાં પશુપાલક આંદોલનનો વહેલીતકે ઉકેલ આવે તેવા ઉદ્દેશથી બેઠક જામી હતી.


  • Follow us on: