સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં મુસાફરો સેલવાસ તરફની બસમાં દક્ષિણ ગુજરાત માટે ઓનલાઈન બુકિંગ કરાવ્યું હતુ અને મુસાફરો બસ સ્ટેન્ડે બસમાં બેસવા માટે જાય છે તે પહેલા જોયું તો તેમનું નામ ટિકિટ લિસ્ટમાં હતુ જ નહી જેના કારણે મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. પૈસાનું રિફન્ડ કે કેન્સલેશનનો મેસેજ પણ ન મળ્યો હોવાનો આક્ષેપ મુસાફરો કરી રહ્યા છે.


એસટીમાં મુસાફરી કરતા મુસાફરોને તહેવારોમાં હાલાકી

સાબરકાંઠાથી સુરત, વાપી, સેલવાસ જતા મુસાફરો પરેશાન થયા છે, તો ઓનલાઈન ટિકિટ બુક કરાવીને રૂપિયા પણ કપાવી દીધા પરંતુ ટિકિટ પણ મળી ન હોવાની વાત સામે આવી છે અને હાલાકી વધતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો, સાબરકાંઠાના ખેડબ્રહ્માથી સેલવાસ જતા મુસાફરો અટવાયા છે, ઓનલાઇન 15 દિવસ પહેલા કરેલું GSRTC બસ બુકિંગ છતાં લિસ્ટમાં નામ ન આવ્યું હોવાની વાત સામે આવી છે, રૂપિયા કપાયા છતાં 10 જેટલા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

તહેવાર સમયે બુકિંગ કરેલ પૈસાનું રિફન્ડ કે કેન્સલેશન મેસેજ ન મળ્યો

છતાં કોઈ નિવેડો ન મળતા મુસાફરોને ટિકિટ ખર્ચી ઊભા રહી સવારી કરવી પડી હતી અને ટિકિટ સીટ પર બેસવા માટેની લીધી હતી, ઓનલાઇન ટિકિટમાં તમામ લોકોનું નામ ન હોવાથી મુસાફરોને મોટી હાલાકી પડી હતી, ઓનલાઇન બુકિંગમાં મેસેજ ઓનલાઇન બુકિંગ કોડ નંબર સીટ સાથે રૂપિયા પણ કપાયા છે. ખેડબ્રહ્મા ડેપોની બસના મેનેજર અને કંડક્ટરે હાથ ઊંચા કરી દીધા છે અને એક તરફ બસો અને રૂટ વધારી છે અને ઓનલાઇન કેશ લેશ વ્યવસ્થામાં મુસાફરો અટવાયા છે.

દિવાળીના 3 દિવસ દરમિયાન વધુ બસો દોડાવાશે

આ વર્ષે દિવાળીના તહેવારો દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના તમામ વિભાગ દ્વારા તા.16 થી તા.19 ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવશે. મુસાફરોને દિવાળીના તહેવારો દરમિયાન પોતાના વતનમાં જવા માટે સુરત શહેરમાં રહેતા સૌરાષ્ટ,ઉત્તર ગુજરાતના રત્નકલાકારો ઉપરાંત દાહોદ અને પંચમહાલના શ્રમજીવીઓ માટે ૧૬૦૦ જેટલી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે.

મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા અંદાજે 1000 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવશે

સૌરાષ્ટ્ર જવા માટે મુસાફરોએ સુરત શહેરના રામચોક અને મોટા વરાછા ખાતેથી એસ.ટી બસ મળશે. જ્યારે ઉત્તર ગુજરાત તથા અમદાવાદ માટે મુસાફરોને સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતેથી બસની સુવિધા પ્રાપ્ત થશે. આ ઉપરાંત દાહોદ તથા પંચમહાલના શ્રમજીવીઓ માટે સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની સામેના સુરત શહેરી બસ સ્ટેશન ખાતેથી તેમજ રામનગર રાંદેર રોડ સુરત ખાતેથી બસ મળી રહેશે. દિવાળીના તહેવારો દરમિયાન નિગમના સુરત વિભાગ ઉપરાંત અમદાવાદ, વડોદરા, રાજકોટ, જૂનાગઢ, મહેસાણા, પાલનપુર સહિત અન્ય વિભાગો મળી મુસાફરોના ટ્રાફિકને પહોંચી વળવા અંદાજે 1000 જેટલી એક્સ્ટ્રા બસો સંચાલન કરવામાં આવશે.

એસ.ટી.દ્વારા નિમવામાં આવેલ બુકિંગ એજન્ટ પાસે બુકિંગ કરાવી શકાશે

અત્રે ઉલ્લેખનીય છે કે, મુસાફરો બસ સ્ટેશન ઉપરાંત એસ.ટી.દ્વારા નિમવામાં આવેલ બુકિંગ એજન્ટ, મોબાઇલ એપ, તથા નિગમની વેબસાઇટ www.gsrtc.in ઉપરથી પણ ઓનલાઇન ટિકિટનું બુકિંગ કરી શકશે. આખી બસનું ગ્રુપ બુકિંગ કરાવનારને "એસ.ટી. આપના દ્વારે" યોજના અંતર્ગત મુસાફરોએ જણાવેલ જગ્યાએથી તેમના વતન સુધી પહોચાડવામાં આવશે તેમ, વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.

  • Follow us on: