પશ્ચિમ વિભાગ રેલ્વે દ્વારા એક જાન્યુઆરી 2017 થી હિંમતનગર- ખેડબ્રહ્મા રેલ્વે લાઈન બંધ હતી. જે હવે 18 જૂન 2022 થી સમગ્ર રેલવે લાઇનનું કામ તૈયાર થઈ ચૂક્યું છે, બાદ હવે હિંમતનગર થી ખેડબ્રહ્મા વચ્ચેના 55 કિલોમીટરના રેલ્વે ટ્રેક મીટરગેજની જગ્યાએ બ્રોડગેજ રેલ્વે 125 કિલોમીટરની ઝડપે દોડી શકે તે પ્રકારે તૈયાર થઈ ચૂક્યો છે. જેના પગલે સ્થાનિક કક્ષાએ મુસાફરોમાં અત્યારથી જ ખુશીનો માહોલ છવાયો છે.


ખેડબ્રહ્મા થી હિંમતનગર રેલ્વે લાઈન

સાબરકાંઠાના યાત્રાધામ ગણાતા ખેડબ્રહ્મા નાના અંબાજીમાં દર વર્ષે હજારો લોકો દર્શનાર્થે ઉમટે છે. સાથોસાથ ખેડબ્રહ્માથી હિંમતનગર વચ્ચે 55 kmના અંતર કાપવામાં હજુ પણ ખૂબ મોટો સમય લાગે છે. રેલ્વે વિભાગ દ્વારા એક જાન્યુઆરી 2017 ના દિવસે મીટર ગેજ રેલ્વે લાઈન બંધ કરવામાં આવી હતી, તેમજ ગેજ પરિવર્તન કરી 402 કરોડ રૂપિયા થકી બ્રોડગેજ રેલ્વે લાઈન ગતરોજ પૂર્ણ થઈ છે. હવે 125 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિંમતનગર થી ખેડબ્રહ્મા સુધી રેલવે ટૂંક સમયમાં દોડતી થનાર છે. સ્થાનિક કક્ષાએ ખેડૂતોને વ્યાપક ફાયદો કરનાર છે.

હિંમતનગર થી ખેડબ્રહ્મા સુધી રેલવે દોડતી થશે

હાલમાં કરનારા નોકરિયાત સહિત દૂધ તેમજ શાકભાજી માટે આ રેલ્વે લાઈન વિકાસની રેલવે લાઇન બની શકે તેમ છે. એક તરફ ઈડરના લાકડાના રમકડા સમગ્ર ભારત પર પ્રખ્યાત છે, તો બીજી તરફ ઈડર તેમજ વડાલીની શાકભાજી અમદાવાદમાં વખણાય છે, અત્યાર સુધી અમદાવાદ પહોંચવા માટે કોઈ રેલવેનું જોડાણ ન હતું, જોકે ખેડબ્રહ્મા હિંમતનગર વચ્ચે રેલવે લાઇન જોડાતા હવે હિંમતનગર થી અમદાવાદ તરફ જવા માટે રેલવેની વ્યાપક સુવિધાઓ શરૂ થઈ છે, જેથી સ્થાનિક કક્ષા વિકાસની નવી પરિભાષા શરૂ થશે તે નક્કી છે.

રેલવેમાં મુસાફરી કરનાર લોકોને ફાયદો

સામાન્ય રીતે સાબરકાંઠા જિલ્લાનું વડાલી શાકમાર્કેટ સમગ્ર ગુજરાત દેશભરમાં શાકભાજીની આયાત કરે છે. તેમજ ઇડરના APMC માર્કેટ યાર્ડનું અનાજ અમદાવાદ મુંબઈ સુધી વેચાણ કરવામાં આવે છે. મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રેલ્વે લાઈનનું કામ પૂર્ણ થતા સ્થાનિકો સહિત વેપારીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે. સાથોસાથ આવનાર દિવસોમાં બસ ભાડા કરતા પણ રેલવેમાં મુસાફરી કરનાર નોકરીયાત વર્ગ વેપારીઓ સહિત સ્થાનિક લોકોને ખૂબ ઓછા ભાડામાં બ્રોડગેજ રેલ્વેમાં મુસાફરીનો લાભ મળનાર છે. મીટર ગેજમાંથી બ્રોડગેજ લાઇનનું કામ પૂર્ણ થતા સાબરકાંઠા વાસીઓ માટે કેન્દ્ર સરકાર સહિત રેલવે વિભાગે આનંદના સમાચાર આપ્યા છે.


  • Follow us on: