સુરત મનપા, સુરત કમિશ્નર તેમજ વહીવટી વિભાગ તરફથી સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવશે. સુરતમાં 10 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રા યોજાશે. સાંજે 6 વાગ્યે આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ સુધી તિરંગા યોજાશે. ઇતિહાસની સૌથી મોટી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. ધાર્મિક એકતાના દર્શન આ તિરંગા યાત્રામાં થશે. રંગબેરંગી યાત્રા થશે પોલીસના બેન્ડ તેમજ અલગ અલગ પ્રાઇવેટ બેન્ડ પણ આ યાત્રામાં જોડવામાં આવશે. ટેલેન્ટેડ આર્ટિસ્ટ પણ આ યાત્રામાં જોડાશે.


સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન

ઉપરાંત DJ પણ યાત્રામાં જોડાશે. 12 કલચરલ સ્ટેજ યાત્રાના રૂટ પર બનાવવામાં આવ્યા છે. યાત્રામાં તમામ લોકોના હાથમાં તિરંગો જોકે મળશે. 1 લાખ કરતા વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવશે. યાત્રાના રૂટને તિરંગની થીમ પર શણગારવામાં આવ્યો છે. અલગ અલગ રાજ્યની સંસ્કૃતિના દર્શન પણ તિરંગા યાત્રા થશે. દોઢ કોલોમીટરનો તિરંગો મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. ભવ્ય સેલિબ્રેશન આ યાત્રામાં કરવામાં આવશે. 50000 કરતા વધુ લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે. મેડિકલ ટિમ, પાણીની સુવિધા તેમજ ટોયલેટની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

રાજ્યની સંસ્કૃતિના દર્શન પણ તિરંગા યાત્રા થશે

સુરત પોલીસ કમિશ્નરનું સંબોધન કર્યું છે. સ્કુલ કોલેજના વિદ્યાર્થી, તેમજ ઈન્ડસ્ટ્રીના લોકો આ યાત્રામાં જોડાશે. તમામ માત્ર અલગ અલગ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 8 પોલીસના પ્લાટૂ યાત્રામાં જોડાશે. પેરામિલેટ્રી તેમજ અન્ય સુરક્ષા દળના પ્લાટૂન આ તિરંગા યાત્રામાં જોવા મળશે. સાયકલિસ્ટ, સ્કેટર્સ પણ તિરંગા યાત્રામાં જોડાશે. યાત્રાના રૂટ પર રિહર્સલ પણ યોજવામાં આવશે. યાત્રા પૂર્ણ થયા બાદ કોઇ પણ જગ્યા પર ટ્રાફિક ન થાય તે માટે તૈયારી કરવામાં આવી છે. ગત વર્ષ કરતા પણ આ વર્ષે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના લડવૈયાઓની આન, બાન, શાનમાં આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

  • Follow us on: