સરકારી ગૌચર જમીનમાં દબાણના મુદ્દે બે સરકારી કચેરીઓ આમને સામને આવી જતાં ચકચાર મચી ગઇ છે. જામ ખંભાળિયા નગરપાલિકા અને પંચાયતનો વિવાદ હવે વકરી રહ્યો છે. શક્તિનગર ગ્રામ પંચાયત અને નગરપાલિકા વચ્ચે આ વિવાદ સર્જાયો છે. વાસ્તવમાં પાલિકાએ ગૌચરની જમીન પર દબાણ કર્યાનો આક્ષેપ કરાયો છે અને ગૌચરની જમીન પર બાંધકામ કર્યાનો આક્ષેપ થયો છે. પાલિકા દ્વારા પાણીના ટાંકાનું બાંધકામ કરતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયતે પત્ર લખી દબાણ હટાવવા પાલિકાને સૂચના આપી છે.
પાલિકાએ દબાણ કર્યું
ગ્રામ પંચાયતની સર્વે નંબર 34 પૈકીની ગૌચરની જમીનમાં પાલિકાએ દબાણ કરતાં વિવાદ થયો છે. ગૌચરની જમીનમાં પાલિકાએ પાણીના ટાંકાનું બાંધકામ કરતા પંચાયત આક્રમક બની છે. અને બે સરકારી કચેરી આમને સામને આવી ગઇ છે.

સ્વૈચ્છાએ બાંધકામ હટાવી લેવા પત્ર
ગૌચરની જમીન પર બાંધકામ કરતા પંચાયતે પાલિકા ને પત્ર લખીને પાલિકા દ્વારા સ્વૈચ્છાએ બાંધકામ હટાવી લેવા પંચાયત દ્વારા પત્રમાં ઉલ્લેખ કરાયો છે.

પંચાયત કડક કાર્યવાહી કરશે
જો પાલિકા દ્વારા સ્વૈચ્છાએ દબાણ દુર નહીં કરાય તો પંચાયત કડક કાર્યવાહી કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. વિવાદ વકરતા ગૌચરની જમીન પર ખોટી રીતે વિવિધ વિકાસ ના કામો થયા હોવાના સ્થાનિકોએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

2 સરકારી કચેરીઓ સામ સામે
જો કે આ મામલે શક્તિનગર પંચાયતના તલાટી મંત્રી અને પાલિકાના ચીફ ઓફીસરે મીડિયા સમક્ષ બોલવાનું ટાળ્યું છે. ગૌચર જમીન અંગે 2 સરકારી કચેરીઓ સામ સામે આવી જતા ભારે ચકચાર મજી ગઇ છે.
જમીનનું દબાણ ગણીને આગળની કાર્યવાહી
પત્રમાં લખાયું છે તે જ્યાં સુધી લગત જમીનની માપણી કરવામાં ના આવે ત્યાં સુધી હાલ પુરતું ગૌચરની જમીનમાં જે કોઇ બાંધકામ પ્રગતિ હેઠળ છે તે બંધ કરાય. જો આ કામ બંધ નહી કરાય તો શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા આ કામ બંધ કરાવાની ફરજ પડશે. આ બાંધકામ ગૌચરની જમીનનું દબાણ ગણીને આગળની કાર્યવાહી કરાશે