જંબુસર તાલુકાના જંત્રાણા ગમે જમીન પચાવી પડવાના એક ગંભીર કિસ્સામાં મોટો પર્દાફાશ થયો છે. કાયદેસરના માલિકની જાણ બહાર ખોટા અને બોગસ દસ્તાવેજો ઉભા કરીને રૂપિયા 20 લાખની કિંમતની જમીન પચાવી પાડવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે તલાટી અને સર્કલ ઓફિસર જેવા સરકારી અધિકારીઓ સહિત કુલ 22 લોકો સામે કાવી પોલીસ મથકે ઠગાઈ અને છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે જેના કારણે સ્થાનિક વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે.


બોગસ દસ્તાવેજ બનાવી જમીન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ

મળતી માહિતી મુજબ, જંત્રાણા ગામની એક જમીનના મૂળ માલિકીની જાણ બહાર કેટલાક શખ્સોએ બોગસ દસ્તાવેજો તૈયાર કર્યા હતા. આ દસ્તાવેજોમાં સહી-સિક્કા અને ખોટી એન્ટ્રીઓ કરાવીને જમીન પોતાના નામે ચઢાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ આખા કૌભાંડમાં તલાટી અને સર્કલ ઓફિસરની પણ સંડોવણી બહાર આવતા મામલો વધુ ગંભીર બન્યો છે. સરકારી કર્મચારીઓની મદદથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો આરોપ છે જે પ્રશાસન પર ગંભીર સવાલો ઉભા કરે છે.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

જમીનના મૂળ માલિકને આ અંગેની જાણ થતાં તાત્કાલિક તેમણે કાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલેઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને કૌભાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ કૌભાંડમાં અન્ય કોઈ સરકારી અધિકારીઓ કે મોટા માથાઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.


  • Follow us on: