જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો હેતુ હોસ્પિટલની વ્યવસ્થા અને દર્દીઓને મળતી સુવિધાઓનું નિરીક્ષણ કરવાનો હતો. આ મુલાકાત દરમિયાન ધારાસભ્યએ દર્દીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તાનું જાતે ચેકિંગ કર્યું હતું.
ધારાસભ્યએ દર્દીઓ સાથે કરી વાતચીત













