જામનગરના ધ્રોલ નજીક આવેલા વાંકીયા ગામે એક હૃદયદ્રાવક અને કંપાવી દેનારા સમાચાર સામે આવ્યા છે. ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા એક ગરીબ પરિવારના ત્રણ માસૂમ બાળકો ગામના સીમ વિસ્તારમાં આવેલા એક પાણીના ખાડામાં ડૂબી જતાં તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. આ ઘટનાથી સમગ્ર વાંકીયા ગામ અને ધ્રોલ પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
બાળકોને પાણીના ખાડામાંથી બેભાન હાલતમાં બહાર કાઢવામાં આવ્યા













