જામનગરના કાલાવડમાં સોનીની દુકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે. માંડવી ચોકમાં આવેલા મંગલમ જ્વેલર્સમાં ચોરી થઈ હતી. વેપારીની નજર ચૂકવી 6 લાખના દાગીનાની ચોરીને ચોર ફરાર થઈ ગયો હતો. આ ચોરી કરતી મહિલા CCTVમાં કેદ થઈ છે. જેને લઈ પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


6 લાખના દાગીના ચોરી ગયાની શંકા

કાલાવડ શહેરમાં સોનીની દુકાનમાં ચોરી થઈ છે. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. કાલાવડ શહેરમાં માંડવી ચોકમાં આવેલ મંગલમ જ્વેલર્સમાં ચોરીનો બનાવ બન્યો છે. આ ચોરી કરતી મહિલા સીસીટીવીમાં કેદ થઈ હતી. મહિલા સોનીની દુકાનમાંથી વેપારીની નઝર ચૂકવી અંદાજીત 6 લાખના દાગીના ચોરી ગયાની શંકા વ્યક્ત કરી છે. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે ચોરીની તપાસ હાથ ધરી છે.

પોલીસે CCTVના આધારે ચોરીની તપાસ હાથ ધરી

જામનગરમાં આવાર નવાર ચોરીની ઘટનાઓ બની રહી છે ચોરોને કાયદા કે પોલીસનો કોઈ જ ડર રહ્યો લાગતો નથી પરંતુ આ પહેલા બનેલી ચોરીની ઘટનાઓનો ભેદ ઉકાયો હતો. જામનગર પોલીસ સક્રિય બનીને જિલ્લાઓમાંથી સોલાર પ્લાન્ટમાં કોપર વાયરની ચોરી કરતી ગેંગના બે સાગરીતો એલસીબીના હાથે ઝડપાયા હતા, જામનગર જિલ્લા સહિત 12 સ્થળોએ થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.


  • Follow us on: